×

મંત્રીશ્રી નો સંદેશ

માન. સ્‍નેહીશ્રી,

માન. સ્‍નેહીશ્રી,
રાજ્ય સરકારની ગરીબ કલ્‍યાણલક્ષી મહત્‍વની યોજનાઓના પ્રત્‍યક્ષ લાભ એક જ સ્‍”ળે, એક જ સમયે સાચા લાભાર્થીઓને આપી ગરીબીના અભિશાપમાંથી મુક્તિ આપવાનાં ઉદાર હેતુથી દેશનાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ અને ગતિશીલ ગુજરાતના પ્રણેતા માનનીય મુખ્‍યમંત્રી શ્રીમતિ આનંદીબેનના નેતૃત્‍વમાં આયોજીત ‘‘ગરીબ કલ્‍યાણ મેળા’’ નો આઠમો તબક્કો આગામી ઓગષ્‍ટ માસની ૭, ૮, ૯ અને ૨૧, ૨૨, ૨૩ તારીખોએ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી રહેલ છે. જેનાં વિગતવાર કાર્યક્રમથી આપ સુવિદિત હશો.

રાજ્યના દરિદ્રનારાયણના ઘરમાં દીવો પ્રગટાવવા તથા તેને સ્‍વમાનભેર જીવવામાં મદદરૂપ થતી વ્‍યક્તિલક્ષી વિકાસની આ મહત્‍વની યોજનામાં આપશ્રીના ગામમાં કોઇ લાભાર્થી આ યોજના અંતર્ગત તેને મળવાપાત્ર લાભથી વંચિત રહી ન જાય અને છેવાડાના ગરીબ વ્‍યક્તિને સરકારશ્રીની યોજનાનો સીધો લાભ મળે તે માટે આ કાર્યક્રમના આયોજનમાં આપનો સક્રિય સહયોગ આપવા અને વધુમાં વધુ ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી રાજ્ય સરકારના આ આયોજનને સફળ બનાવે તેવી આપને અપીલ કરૂં છું.

કુશળ હશો...

આપનો સ્‍નેહાધિન,
જયંતીભાઇ કવાડીયા
(જયંતીભાઇ કવાડીયા)