સંકલિત બાળ વિકાસ યોજના ૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. આ યોજના સમગ્ર ભારત દેશના તમામ રાજયોમાં ચાલે છે. જિલ્લાના ૬ તાલુકામાં કુલ .૧૧ ઘટકો ચાલે છે. હાલ ઘટકવાર મંજુર/કાર્યાન્વીત આંગણવાડી કેન્દ્રની વિગત નીચે મુજબ છે.
(૩૧/૧૦/૨૦૧૮ અંતિત)
અ.નં. | ઘટકનું નામ | કાર્યાન્વિંત આંગણવાડીની સંખ્યા |
---|---|---|
૧ | લુણાવાડા-૧ | ૯૯ |
૨ | લુણાવાડા-૨ | ૧૧૦ |
૩ | લુણાવાડા-૩ | ૧૦૮ |
૪ | સંતરામપુર-૧ | ૧૧૫ |
૫ | સંતરામપુર-ર | ૧૪૬ |
૬ | સંતરામપુર-૩ | ૧૨૩ |
૭ | કડાણા-૧ | ૧૧૧ |
૮ | કડાણા-૨ | ૯૫ |
૯ | ખાનપુર | ૧૪૬ |
૧૦ | વિરપુર | ૧૦૦ |
૧૧ | બાલાસિનોર | ૧૬૩ |
આ યોજનાનો મુખ્ય ઉદેશ બાળકોમાં કુપોષણ દુર કરવાનો છે. આ યોજના હેઠળ ગ્રામ્ય/શહેરી કક્ષાએ આંગણવાડી કેન્દ્રો ખાતે લાભાર્થી ૦ થી ૬ વર્ષના બાળકો, ધાત્રી-સગર્ભા માતાઓ તથા સને ૨૦૦૭-૦૮ વર્ષથી ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓનો લાભાર્થી તરીકે સમાવેશ થાય છે.