×

શાખાની કામગીરી

  • આઇસીડીએસ શાખા જિલ્લા પંચાયત મહીસાગર સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર ઘ્વારા પત્રો, પરિપત્રો, ઠરાવ નિયમો મુજબ તેમજ જિલ્લા પંચાયતના ધારા ધોરણ મુજબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના નિયંત્રણ હેઠળ કામગીરી કરે છે.
  • (૩૦/૦૯/૨૦૧૮ અંતિત)જિલ્લામાં આઇસીડીએસ યોજનાનું માળખું નીચે પ્રમાણે છે.

    અ.નં. અધિકારીશ્રી / કર્મચારીની વિગત મંજુર જગ્‍યા ભરાયેલ જગ્‍યા ખાલી જગ્‍યા
    પ્રોગ્રામ ઓફિસર
    બાળવિકાસ યોજના અધિકારી ૧૧
    મુખ્‍ય સેવિકાઓ ૫૬ ૩૨ ૨૪
    આંગણવાડી વર્કરો ૧૩૧૬ ૧૨૯૩ ૨૩
    આંગણવાડી હેલ્‍પર ૧૨૧૩ ૧૧૭૧ ૪૨
  • આઈસીડીએસ શાખામાં હિસાબી, વહીવટી તથા યોજનાકીય કામગીરી થાય છે. કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર તરફથી ફાળવેલ અનુદાનની ઘટક કક્ષાએ ફાળવણી તથા હિસાબોનું સંચાલન, ખાદ્ય સામગ્રીના ડી.એ. પ્રમાણે ફાળવણી તથા વપરાશ બચતના હિસાબો લક્ષ્યાંક સિઘ્ધિનું માસિક સંકલન માસિક પ્રગતિ રિપોર્ટ મેળવણું તેમજ વિવિધ યોજનાકીય, વહીવટ, હિસાબો બાબતોનો પત્ર વ્યવહાર, ઘટકોની કામગીરી ઉપર દેખરેખ, મીટીંગ દ્વારા સમીક્ષા વિગેરે કામગીરી કરવામાં આવે છે.
  • પુરક પોષણ ઉપરાંત સબલા યોજના, દુધ સંજીવની યોજના (સંતરામપુર,કડાણા અને ખાનપુર તાલુકા પુરતી), પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (પ્રથમવાર સગર્ભાઓને રૂા. ૫૦૦૦/- નો લાભ આપવામાં આવે છે) તેમજ વિવિધ પ્રકારની માસિક અઠવાડિક મીટીંગોમાં જિલ્લા પંચાયતની તથા સમિતિની બેઠકોમાં હાજરી માહિતી પુરી પાડવાની સમય મર્યાદાવાળી કામગીરી થાય છે.
  • શાખા હેઠળની મહિલા બાળ વિકાસ અને યુવા સમિતિના સચિવ તરીકે પ્રોગ્રામ ઓફિસર હોય સદર સમિતિની અંતર્ગત કામગીરી થાય છે. માસિક પ્રગતિ રિપોર્ટ (MPR) GSWAN ૫ર માહે ઓકટોમ્બર- ૧૮ અંતિત ઉપલબ્ધ છે. અને દર માસે ડેટા એન્ટ્રી કરવામાં આવે છે