જિલ્લા પંચાયત મહીસાગર માં સહકાર શાખાએ જિલ્લાની સહકારી સંસ્થાઓની નોંધણી કરવી, મંડળીના પેટા નિયમ સુધારા કરવા, મંડળીઓની દર વર્ષે સાધારણ સભા મળે છે કે કેમ તેના પર દેખરેખ રાખવી તેમજ સહકારી મંડળીઓની ઓચિંતી મુલાકાત તથા તપાસણી દ્વારા તેની વહીવટી અને હિસાબી કામગીરીમાં જરૂરિયાત મુજબ સુચનો કરવા.
સહકાર શાખાના વડા સહકારી ખાતા તરફથી મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની નિમણુંક કરવામાં આવે છે. જયારે તેનું અન્ય મહેકમ જિલ્લા પંચાયત કર્મચારીઓનું રહે છે.