બહુજનહિતાયુ અને બહુજન સુખાયુની ભાવના સાથે આ જિલ્લા પંચાયત ખાતે આયુર્વેદ શાખા કાર્યાન્વીત થઇ. આ શાખા ધ્વારા આ જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથીક દવાખાનાની તાંત્રીકી અને વહીવટી કામગીરીનું સંપૂર્ણ માર્ગદર્શન અને નિયંત્રણ કરવામાં આવે છે. આયુર્વેદિક દવાખાનાઓમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાના આરોગ્યની જાળવણી માટે સ્વસ્થવૃતના નિયમોની જાણકારી આપવામાં આવે છે તથા દર્દીઓનું આયુર્વેદ પધ્ધતિથી નિદાન કરી નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. અંતરિયાળ ગામોમાં જયાં આરોગ્યની સુવિધાઓ નથી ત્યાં ફરતું આયુર્વેદિક દવાખાનું ‘ધન્વન્તરીરથ' ધ્વારા ગ્રામ્ય જનતાને ઘર આંગણે સ્વાસ્થ્ય સુવિધા પુરી પાડવામાં આવે છે.